
હરીશ પવાર
સિહોર નગરપાલિકા ના તત્કાલિન સમયમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શોચાલયમાં થયો છે જે અંગે પાલિકા ના વિપક્ષ દ્વારા કલેકટર થી લઈ ગાંધીનગર સુધી રજુઆતો કરવામાં પણ આવેલ છે પણ કાગડા બધે કાળા જ હોય…તંત્ર અને સત્તાધીશો ની મિલી ભગત થી જેશે થે પરિસ્થિતિમાં છે..અને તત્કાલીન સત્તાધીશો માં પૂર્વ પ્રમુખ ચીફઓફિસર થી લઈ અન્યો વિરુદ્ધ તપાસ નું નાટક કરવામાં આવે છે.. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અંગે રણસિંગુ ફુક્યું છે પણ સિહોર નગર પાલિકા ના વોર્ડ 9 માં જે લીલાપીર રોડ અને દાતારપીર સામે આવેલા પાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોચાલય માં રંગરોગાન કરવામાં આવેલ કારણ પાલિકાના કમિશનર તપાસ માં આવવા ના હોય જેને લઈ તંત્ર દ્વારા આ નાટક કરવામાં આવેલ. પરંતુ આ શોચાલય અલીગઢ ના લોલક તાળા લગાવેલા છૅ અને બિનઉપયોગી તરીકે હોય અને ત્યાં જ ગંદકી ના ઢગલા ઓ જોવા મળે છે.તો તંત્ર તો ભ્રષ્ટ છે તો આ વિસ્તારના નગરસેવકો ને પોતાના વોર્ડ માં ગંદકી નહિ દેખાતી હોય કે હું…તું…બે સરખા કટકી માં તો આ બાબતે આ વિસ્તારના રહીશો દ્વારા રજુઆત કરવા છતાં ના છૂટકે નીડર નિષ્પક્ષ તટસ્થતા ધરાવતી મીડિયા દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડી છે…..અને પાલિકાના પૂર્વ સત્તાધીશો અધિકારી વિરુદ્ધ કાયદેસર તપાસ થશે કે તેમાં પણ …ભ્રષ્ટાચાર ની બદબુ ની લોકચર્ચા ઓ ચર્ચાઈ રહ્યું છે..