એલ.ડી.લાઈટ ફિટીંગ કંપની સાથે કરાર હોવા છતાં પાલિકાના કર્મચારીઓને કામે લગાવાય છે, આ કેવું.હે..વાત ખોટી નથી

હરીશ પવાર
સિહોર નગરપાલિકા નું નામ વિવાદિત પાલિકા કરી નાખીએ એવું થઈ ગયું છે રોજ ઉઠી ને કોઈને કોઈ વિવાદ પાલિકા ના બારણે આવી ઉભો જ રહી ગયો હોય છે. નગરપાલિકા ના દિવાબતી વિભાગના ચેરમેન રૂપલબહેન રાઠોડ દ્વારા ચીફ ઓફિસર ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે નગરપાલિકા માં એલિડી લાઈટના ફિટીંગમાં કંપની સાથે કરાર મુજબ સાત વર્ષ સુધી કંપની દ્વારા સંપૂર્ણ દેખરેખ અને કામગીરી સંભાળવાની હોવા છતાં નગરપાલિકા ના કર્મચારી પાસે કામ કરાવામાં આવે છે અને આ અગાઉ પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું છતાં કોઈ અસર થઈ નથી માટે વહેલી તકે આ અંગે ધ્યાન દોરીને આપણા નગરપાલિકા કર્મચારીઓ ને ત્યાંથી ફ્રી કરીને એજન્સી પાસે તમામ કામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અહીં સવાલ એ છે જવાબદારી કંપનીની છે છતાં પાલિકાના કર્મીઓ ક્યાં કારણોસર કામ કરી છે તે એક મોટો સવાલ બુદ્ધિજીવીમાં ઉઠી રહ્યો છે