ગઈકાલે ટાઉનહોલ ખાતે ગાંધી જયંતિ નિમિતે નગરપાલિકા આયોજિત અનેક કાર્યક્રમોનું આયોજન, નાયબ કલેકટર ગોકલાણી ખાસ ઉપસ્થિત રહ્યા

હરીશ પવાર
ગઈકાલે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સિહોર નગરપાલિકા તેમજ ગોપીનાથજી મહિલા કોલેજ અને જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ સિહોર પત્રકાર મિત્રોના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો.જેમાં સર્વધર્મ પ્રાર્થના ગાંધીજી ના પ્રિય ભજનોની ભવ્ય રજૂઆત ગોપીનાથજી મહિલા કોલેજ ના વિધાર્થીનીઓ દ્રારા કરવામાં આવી આ કાર્યક્રમમાં નાયબ કલેકટર ગોકલાણી સાહેબ ,નગરપાલિકા પ્રમુખશ્રી તથા ચીફ ઓફિસરશ્રી તથા વ્યાસ સાહેબ સ્વામી પરમહંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચેરમેન રમેશભાઈ રાઠોડ,પ્રો.દિલિપભાઈ તથા શહેર ભાજપ પ્રમુખ સંકલ્પ કરેલ તથા ગોપીનાથજી કોલેજની એન.એસ.એસ ની વિધાથીઁનીઓ જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ પ્રિન્સીપાલ, પત્રકાર મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં ગોપીનાથજી કોલેજ વિધાર્થીનીઓ વિશાળ સંખ્યામાં સ્વચ્છતા એજ સેવા રેલી કાઢી જાહેર માર્ગ ની સફાઈ કરી હતી તેમજ આ પ્રસંગે નગરપાલિકા સ્વચ્છતા સેવકોનું અધિકારીઓ અને મહેમાનો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્ય નું સંચાલન પ્રિન્સિપાલશ્રી યોગેશભાઈ જોષી દ્રારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા ગોપીનાથજી મહિલા કોલેજ એન.એસ.એસ કોડિનેટર અકરમભાઈ ડેરૈયા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here