એક તરફ દિવાળી અને ધંધા દિવસો..
અને ..બીજી તરફ ધંધા રોજગાર પડી ભાગ્ય છે..ચારેબાજુ મંદીનો માહોલ છે..તમામ બાબતો વચ્ચે નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં દબાણ હટાવાયા..વેપારીઓમાં ચિંતાની લકીર

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને નિરાવવા માટે દબાણ માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મુખ્ય બજારના રોડ રસ્તા પર અડચણ કરનાર સામે તંત્રએ લાલ આંખ કરીને કાર્યવાહી શરૂ કરી છે સિહોર શહેરની મુખ્ય બજાર અડચણ કરનાર સામેની કાર્યવાહીમાં કેટલાક વેપારીઓની નડતર ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી મેઈન બજાર વિસ્તાર જુના રજવાડા સમયની બાંધણીની હોય રસ્તાઓ ખુબ જ સાંકડા છે અને વસ્તી વધારાના કારણે ટ્રાફિકમા દિન પ્રતિદિન વધારો થતો જાય છે. વડલા ચોક મોટા ચોક સુધી મેઈન બજાર આવેલ છે. જેમાં હોસ્પીટલ, દુકાનો, શોપીંગ કોમ્પલેક્ષ, બેંકો, શાકમાર્કેટ પણ આવેલ છે. અને ફ્રુટવાળા, કટલેરીવાળા, ખાણીપીણી ચીજો વાળા નાના મોટા લારી પાથરણાવાળાઓ વાળા પોતાની લારીઓ, કેબીનો ગોઠવી દઈ ધંધો કરતા હોય છે અને પોતાની રોજગારી કમાતા હોઈ છે જોકે મુખ્ય બજારોમાં ટ્રાફિક બાબતની અગાઉ અનેક વખતો રજૂઆતો થઈ છે બે ચાર દિવસ પહેલા પાલિકા તંત્ર દ્વારા મુખ્ય બજારના તમામ વેપારી અને અડચણ કરનારને સૂચનાઓ પણ આપવામાં આવી હતી આજે નગરપાલિકા તંત્ર દ્વારા વડલાચોક ખાતેથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તંત્ર વિભાગનો સ્ટાફ ચિફઓફિસર સાથે પોલીસ વિભાગને પણ રાખવામાં આવ્યો હતો અને સાથે જપ્ત કરાયેલા સર સામાન રાખવા માટે ટ્રેકટર પણ રાખવામાં આવ્યું હતું અડચણ કરનાર સામે લાલ આંખ કરીને કેટલાક વેપારીઓનો સામાન પણ જપ્ત કરાયો હતો જોકે એક તરફ બજારોમાં ભયાનક મંદી લોકોને પોતાના ગુજરાન ચલાવવા માટેના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે માથે દિવાળી ધંધાનો સમય અને બીજી તરફ નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ માટે હટાવ્યા છે ત્યારે વેપારીઓમાં ચિંતાની લકીરો જણાઈ રહી છે