સવારથી પાંચ છ કર્મચારીઓ બજારમાં નીકળી ને મોબાઈલમાં ફોટા લીધા અને નામઠામ લખ્યા

હરેશ પવાર
સિહોર નગરપાલિકા દ્વારા મોટાચોક થી લઈ વડલાચોક સુધી વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો સહિત અડચણરૂપ લારી પાથરણા થી રોજગારી મેળવતા સામે તવાઈ શરૂ કરી છે પાલિકાના પ્રોબેશનલ IAS અધિકારી ઉત્સવ ગૌતમ ના સૂચના અને આદેશ થી દુકાનો સહિત લારી ગલ્લા દબાણો ની રૂબરૂ પાલિકાના કર્મચારીઓ દ્વારા 200 થી વધુ સર્વે કરી જેઓ ને 2 દિવસ ની અલ્ટીમેટમ આપેલ અને હવે કાયદેસર નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલ અને આ નોટિસ પાઠવ્યા બાદ જો કોઇ આ દબાણ નહિ હટે મુદત ને ધ્યાને લઈ કોઈપણ પ્રકારની શેહશરમ વગર પોલીસ પ્રોટેક્શન સાથે પાલિકાના મોટા સાધનો સામગ્રી તેમજ કાફલા સાથે દબાણ ઝુંબેશ હાથ ધરાશે તેવું સૂત્ર દ્વારા જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here