હરેશ પવાર
આજરોજ સરકારશ્રી ની યોજનાઓનો લાભ અને સહાયતા અંગે ના વ્યક્તિગત પ્રશ્નો ના તત્કાલ નિકાલ માટે સિહોર નગરપાલિકા ના ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારી શ્રી ના અદયક્ષ સ્થાને તેમજ પાલિકાના પ્રમુખ શ્રી દીપતિબેન ત્રિવેદી ની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવક ના દાખલા. જાતિના દાખલા. આધારકાર્ડ. રેશનકાર્ડ. લગતી અરજી. અમૃતમ કાર્ડ વિધવા .નિરાધાર સહાય. પી.જી.વી.સી.એલ.ની.કામગીરી. આરોગ્ય હેલ્થ.ફોરેસ્ટ વિભાગ..સમાજ સુરક્ષા વિભાગ. બેકિંગ ખાતા ખોલવા. સમાજકલ્યાણ શાખા. સિહોર ગેસ એજન્સી તેમજ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રી આજીવિકા મિશન અંતર્ગત 14 લાભાર્થી ઓને લોન મંજૂર કરવામાં આવી હતી જેમાં બેન્ક ઓફ બરોડા.યુનિયન બેન્ક ની સરાહનીય કામગીરી જોવા મળી હતી સિહોર મામલતદાર કચેરીના મહેસૂલ શાખાના નાયબ મામલતદાર રણજીતસિંહ મોરીની સીધી દેખરેખ હેઠળ ઝડપી અને નિર્ણાયક કામગીરી થી સ્થળ ઉપર કામગીરી હાથ ધરાયેલ તેમજ પ્રોબેસનલ IAS ચીફ ઓફીસર ઉત્સવ ગૌતમ સાહેબ મામલતદારશ્રી નિનામાં દ્વારા લાભાર્થીઓને માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ અને સ્થળ ઉપર જરૂરિયાત પ્રમાણે દાખલાઓ આપવા માં આવેલઆ કાર્યક્રમ ને સફળ બનાવવા એન્જિનિયર નીતિનભાઈ પંડ્યા.પરેશભાઈ ભટ્ટ. ભરતભાઈ ગઢવી તેમજ આ સેવસેતુ સંચાલક વિજયભાઈ વ્યાસ.તેમજ તમામ નગરપાલિકા વિભાગ તેમજ અન્ય સરકારી કચેરીના વિવિધ શાખા ઓના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી આ સાથે ભાજપ તેમજ કોંગ્રેસ ના નગરસેવકો રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here