
દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા વિસ્તારના મોટાચોક થી વડલા ચોક સુધીના રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓનો વિષય છેલ્લા ત્રણેક દિવસથી સોશ્યલ મીડિયા અને અખબારોમાં ચાલે છે શહેરના જાગૃત યુવાન રાજુ ગોહિલ દ્વારા મોટાચોક કપોળવાડી નજીક રોડ પર પડેલા ખાડામાં ત્રણ દિવસ પહેલા ઝાડને રોપી દઈને તંત્રને ત્રણ દિવસમાં મોટાચોક થી વડલાચોક સુધીમાં ખાડાઓ બુરી દેવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું જેની ચર્ચાઓ અખબારો સાથે સોશિયલ મીડિયા છેલ્લા ત્રણ દિવસ થઈ રહી છે અને ખાસ કરીને તંત્રની સામે લોકો બળાપો કાઢી રહ્યા છે ત્યારે આ બાબતે શંખનાદે પણ તંત્રને ટકોર કરતો એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં આજે નગરપાલિકા તંત્ર દ્વારા મુખ્ય રોડ રસ્તાના ખાડાઓ બુરવાની કામગીરી હાથ ધરી હતી કહી શકાય કે તંત્રને આખરે માનવતા જાગી છે અને લોકોની સમસ્યા દેખાઈ છે