પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીમાં પ્રજાના રૂપિયાનું પાણી કેમ? પ્રજાના રૂપિયે ડાયરાઓ કરીને મફતની વાહ વાહ લૂંટવી છે -વિપક્ષ

મુકેશ જાની કહે છે લોકોના ટેક્સના પૈસે આવા-તાકડ ધીંના ન હોઈ, એક તરફ બેકારી મંદી બેરોજગારી અને બીજી તરફ આ પ્રકારના તાયફાઓ વ્યાજબી નથી, પ્રજાના તોતિંગ વેરાના પૈસા લોકડાયરા કરવા માટે નથી

દેવરાજ બુધેલીયા
આવતીકાલે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે આજે પૂર્વ સંધ્યાએ સિહોર નગરપાલિકા દ્વારા શૌર્ય ગીતોનો ડાયરા નું ભવ્ય આયોજન કરેલ છે જેને લઈ વિપક્ષ રજૂઆતો કરી છે ને કહ્યું છે કે પ્રજાના તોતિંગ વેરાઓ ઉઘરાવીને આવા ડાયરાઓ કરવાની જરૂર નથી એક તરફ બેકારી મંદી બેરોજગારી લોકોની હાલત ખરાબ કરી નાખી છે જેનો રોષ વિપક્ષ સભ્યોએ રજુઆત કરી આવેદન આપ્યું છે સિહોર નગરપાલિકા વિપક્ષના નેતા કિરણભાઈ ઘેલડા મુકેશ જાની સહિત નગરસેવકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. સિહોર નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ ના ખર્ચા અંગે અગાઉની જનરલ સભામાં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં આવેલ નથી. નગરપાલિકા પ્રમુખ પોતાના મનસ્વી વર્તન અને બેરોકટોક નિર્ણયો લઈને પ્રજાના પૈસા નું પાણી કરી રહ્યા છે. આ કાર્યક્રમ અંગે ની કોઈ ગ્રાન્ટ પણ ઉપરથી ફાળવામાં આવી નથી. આ અંગે સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર ને આવેદન આપવામાં આવ્યું છે. એક સરકાર દ્વારા મુકવામાં આવેલ જવાબદાર અધિકારી તરીકે તમો આડેધડ સરકારી નાણાંનો ગેરુપયોગ થઈ રહ્યો હોય ત્યારે તમો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવી તમારી ફરજમાં આવે છે. પરંતુ સિહોર નગરપાલિકા વર્ષોથી વિવાદો માં ઘેરાયેલી છે આવા ખોટા ખર્ચા રોકવા માટે થઈને વિપક્ષ એ ઉગ્ર રજુઆત કરી છે. અને આવા તાયફાઓ રોકવાની માંગ કરી છે જોકે પ્રધાનમંત્રી આવા ડાયરા થી નહિ પણ પોતાના ગુજરાત અને દેશના વિકાસથી રાજી થાય તેમ છે તે કદાચ સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો ભૂલ્યા છે.તે વિચારવું જેવું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here