ગેરકાયદેસર બાંધકામો અને ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષ આકરા પાણીએ, ગટરના ભ્રષ્ટાચાર માં વિજિલન્સ ની મોડી તપાસ ને લઈને દીપસંગભાઈ ફરી ગર્જયા

દેવરાજ બુધેલીયા
સિહોરમાં આજે શહેરમાં અધિક વિકાસના કામોને લઈને સાધારણ સભા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળી હતી સભા દીપ પ્રાગટય બાદ શરૂ કરવામાં આવી હતી અહીં વિપક્ષે સારા કામોમાં સહમતી દર્શાવી અને સાથે રહીને તો બીજી તરફ ગટર તેમજ ગેરકાયદેસર બાંધકામો માં ભ્રષ્ટાચાર ને લઈને સવાલો ની ઝડી વરસાવી દીધી હતી. આજે યોજાયેલ સાધારણ સભામાં સિહોરમાં થતા બેફામ થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામો સામે પાલિકાનું મૌન ને લઈને વિપક્ષે ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરીને ડીમોલેશન હાથ ધરવા માટે થઈને આકરી રજુઆત કરી હતી. તો બીજી તરફ સિહોર પાલિકાનું અદ્યતન ગૃહ આકાર લઈ રહ્યું છે તે માટે થઈને સોલાર, જનરેટર, સભાખંડમાં માઇક્રોફોન સિસ્ટમ, જરૂરી ફર્નિચર ઉપરાંત ની ખરીદી માટે એક કરોડ રૃપિયાની ફાળવણી ની સર્વાનુમતે ઠરાવ ને પસાર કરીને સિહોરીજનોની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સાથે જ સિહોરના જુદા જુદા વોર્ડમાં વિકાસના કામોના શ્રી ગણેશ કરવા માટે થઈને દોઢ કરોડ ની ગ્રાન્ટ નો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. સિહોરના વિકાસના કાર્યોમાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા વખાણવા લાયક રહી હતી. બીજી તરફ સિહોર નગરપાલિકા નો સળગતો પ્રશ્ન ગટર ની લાઈનમાં થયેલ ભ્રષ્ટાચાર માટે વિજિલન્સ તપાસ ની માંગ થઈ છે જેમાં મોડું થાય છે તો શા કારણે મોડું કરવામાં આવી રહ્યું છે ? વિજિલન્સ તપાસ ને વહેલી કરાવી ને રીપોર્ટ તૈયાર કરવામાં આવે તો દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય જે માટે થઈને ભાજપમાં કોર્પોરેટર દીપસંગભાઈ તેમજ કોંગ્રેસના મુકેશભાઈ જાની અને ડાયાભાઇ રાઠોડ દ્વારા આકાર પાણીએ સવાલો વરસાવ્યા હતા. અને જે અંગે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરાઈ હતી. આ વખતની સાધારણ સભામાં મિશ્ર રહી હતી વિકાસના કામોને પણ લિલી ઝંડી અપાઈ તો બીજી તરફ ભ્રષ્ટાચાર સામે વિપક્ષે લાલ આંખ પણ કરી હતી.