સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા સરકારની ગાઈડલાઈન પાલન કરવા અનુરોધ

હરેશ પવાર
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાતના ચાર મહાનગરો ઉપરાંત તમામ મહાનગરપાલિકાના શહેરો સહિત રાજ્યના ૨૦ મોટા શહેરો કે જ્યાં કોરોના કેસોની સંખ્યા વધારે છે ત્યાં રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રાજ્ય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા સરકારની ગાઈડલાઈન પાલન કરવા લોકોને સંદેશો આપવામાં આવ્યો છે.

વિક્રમભાઈએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા રાત્રી કરફ્યુનો આદેશ કરવામાં આવેલો છે આજના સમયમાં જે કોરોનાની પરિસ્થિતિમાં આપણે બધાએ તેનો મુકાબલો કરવો પડશે અને આ મુકાબલા દરમિયાન દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે અને વારંવાર સેનીટાઇઝરનો ઉપયોગ કરે પ્રકારની દરેક વ્યક્તિને અમલ કરવો તંત્રને સહકાર આપવો ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ કામ વગર ઘરની બહાર ન નીકળવું અને લોકો સરકારશ્રી ના નિયમોને અનુસરે તેવી અપીલ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈએ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here