પાણી પ્રશ્ને લોકોની કેવી સ્થિતી છે તે જાણવાનો પ્રયત્ન કરીને ખુદ અધિકારી ઘર ઘર સુધી ગયા..લોકોને પ્રાથમિક સુવિધાની પૂછતાછ કરી

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા ચિફઓફિસર તરીકેનો ચાર્જ છેલ્લા કેટલાક દિવસોથી આઇપીએસ અધિકારી પ્રોબેશનલ પીડિયરમાં આવેલ ગૌતમ ઉત્સવ પાસે છે થોડા જ દિવસોથી ગૌતમ ઉત્સવે લીધેલ ચાર્જ બાદ નગરપાલિકાના વિવિધ વિભાગ અને તંત્રમાં દોડધામ મચાવીને રાખી દીધી છે અનેક બાબતો અને કામ કરવાની પદ્ધતિ કર્મચારીઓને પણ ભારે પડતી હોવાનું સૂત્રો કહી રહ્યા છે સુત્રોનું ત્યાં સુધી કહેવું છે કે ગૌતમ ઉત્સવનો પ્રોબેશનલ પીડિયર લંબાવવામાં આવે તો હજુ ઘણા ખરા મોટા ફેરફારો અને શહેરની મોટી સમસ્યાઓ પર પરિણામલક્ષી કાર્યવાહી થઈ શકે છે સિહોરની વર્ષો જૂની મુખ્ય સમસ્યા પાણી..અગાઉ પણ પાણી સમસ્યાઓ માટે આ શહેરોમાં કેટ-કેટલું થયું છે એ શહેરની જનતા સારી રીતે જાણે છે આજે સિહોરના ગૌતમેશ્વર નગર વિસ્તારમાં પ્રોબેશનલ આઇપીએસ અને નગરપાલિકા ચિફઓફિસરના ચાર્જમાં કાર્યભાર સાંભળતા ગૌતમ ઉત્સવ નગરપાલિકા પાણી પુરવઠા સ્ટાફ સાથે આજુબાજુના વિસ્તારોમાં ઘર ઘર સુધી જઈ પાણી સમસ્યાની ગ્રાઉન્ડ લેવલ પર લોકોની મુશ્કેલીઓ જાણી છે અને કેટલો સમય પાણી આવે છે..કેટલા દિવસે પાણીનું વિતરણ થાય છે..પૂરતું આવે છે કે કેમ..તે તમામ બાબતોની પૂછતાછ રહીશોને કરી હતી અને તમામ પ્રાથમિક સુવિધા બાબતે પણ ઝીણવટ ચર્ચા આમ જનતા સાથે અધિકારીએ કરી હતી અહીં પાણી પુરવઠાના સુપર વાઇઝર દેહુરભાઈ મેર, દિલીપભાઈ, મગનભાઈ સહિત સ્ટાફ સાથે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here