પ્રોબેશનલ આઇપીએસ ગૌતમ ઉત્સવે કર્મચારીઓની ટિમ કામે લગાડી શૌચાલયોની થયેલી ફરિયાદોની વિગતો એકઠી કરવા આદેશ જારી કર્યા, નક્કર પુરાવા અને મહત્વની બાબતો અધિકારીને હાથ લાગશે તો કેટલાકની વાટ લાગી જાશે

હરેશ પવાર
સરકારશ્રી ના સારા અભિગમે સમગ્ર રાજ્યના ગરીબોના ઘરમાં ઘરે ઘરે શૌચાલયો બન્યા છે સિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં પણ આ યોજના લાગુ પડી હતી તે પૂર્ણ પણ થઈ ચૂકી છે કારણકે પાલિકા તંત્રનો એવો દાવો છે કે શહેરમાં ઘરે ઘરે શૌચાલયો બની ચુક્યા છે જોકે જેની જમીન પરની નકર વાસ્તવિકતા જુદી છે અને તંત્રના દાવાઓ પોકળ છે બીજી તરફ સિહોરમાં જ્યારથી ઘરે ઘરે શૌચાલયની યોજના અમલમાં આવી ત્યારથી કોંગ્રેસ વિપક્ષના યોજનામાં ભષ્ટાચારના બૂમ-બરાડા રજૂઆતો આવેદનો હોહા શરૂ જ હતું અને પરંતુ અહીં તો સાંભળે કોણ.? પરંતુ કહેવત છે ને પાપ પીપળે જઈ પુકારે..સિહોર નગરપાલિકાના નવનિયુત આઇપીએસ ગૌતમ ઉત્સવના ધ્યાને શૌચાલય કૌભાંડનો સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે જેને વિગતો એકઠી કરવા કર્મચારીઓને કામે લગાડ્યા હોવાનું જાણવા મળ્યું છે જોકે અહીં એકવાત એ પણ છે કે તપાસ દરમિયાન વિગતો એકઠી સમયે અધિકારીને કોઈ મહત્વની બાબત હાથ લાગી જશે તો અગાઉના કેટલાકની આ મુદ્દે વાટ લાગી જશે તે પણ નક્કી છે હાલ આ મુદ્દે પાલિકા વિભાગોમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here