બીજી રાત્રે પણ ડ્રોન કેમેરા દેખાયા.. આખરે છે શું..સવાલો અનેક જવાબો નહિ..લોકોમાં ગભરાટ..રાત્રિની ઊંઘ હરામ..જીવ તાળવે.. લોકો ભયભીત..

દેવરાજ બુધેલીયા
સિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજી રાત્રે પણ ડ્રોન કેમેરા જેવા યંત્ર દેખાતા લોકો ના જીવ અદ્ધરતાલે થઈ ગયા છે.ભયભીત પ્રજાની ઊંઘ હરામ થઈ છે છેલ્લા બે દિવસથી ડ્રોન કેમેરાએ લોકોમાં ભયભીત સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે સિહોરમાં ગુરુવારે રાત્રે સાગવાડી ને સર આસપાસ ડ્રોન કેમેરા જેવા યંત્ર દેખાતા લોકો ભયભીત થઈ ગયા હતા. ત્યારે બીજા દિવસે પણ રાત્રીના 9.30 કલાક આસપાસ ખંભા અને રબારીકા ગામના તળાવ ઉપર આશરે અડધો કલાક આ ડ્રોન કેમેરો આકાશમાં મંડરાતો રહ્યો હતો. ખાભા અને રબારીકા તળાવ ઉપર ફર્યા બાદ ડ્રોન કેમેરો નું સાધન ડુંગરો માં જઈ અલોપ થઈ ગયું હતુ. આ ભેદને ઉકેલવા માટે થઈને લોકો આ ડ્રોન કેમેરાની પાછળ ડુંગરોમાં ગયા હતા પણ અંતે કઈ હાથ લાગ્યું ના હતું જેને લઈને પંથકના લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે જવાબો મળતા નથી ગ્રામ્યની પ્રજા રીતસર ફફડી રહી છે ભયભીત સાથે ગભરાટ ફેલાયો છે ત્યારે ઉચ્ચસ્તરે થી પણ આ બાબતની નોંધ લેવાઈ રહી છે જોકે છેલ્લા બે દિવસ છતાં પણ હજુ સુધી કોઈ પતો હાથ લાગ્યો હતો નહિ. બે બે દિવસ થી સિહોરના ગ્રામ્ય પંથકમાં ડ્રોન કેમેરા જેવું યંત્ર આભમાં ફરી રહ્યું છે છતાં તંત્ર ના હાથે કોઈ સગડ લાગ્યા નથી ત્યારે બનાવમાં સવાલો અનેક ઉદ્દભવે પરંતુ જવાબો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here