ચોરવડલા પંથકમાં મારણ કર્યાના સમાચાર, સોશ્યલ મીડિયામાં વિડિઓ વાઇરલ
ચોરવડલા ગામના આગેવાન અશ્વપાલભાઈ એ અમારા સહયોગી હરેશ પવારને વિગતો આપી અને કહ્યું ત્રણ ચાર દિવસથી આજુબાજુના ગામોમાં મારણ થયા છે

હરેશ પવાર
થોડા સમયથી દીપડાનો આંતક શાંત રહ્યા બાદ ફરી દીપડાએ દેખા દીધા હોવાની વિગતો મળી રહી છે સિહોર પંથકમાંથી દિપડો જવાનુ નામ ન લેતો હોય તેમ અગાઉ પ્રાણીઓના મારણ કર્યા બાદ ફરી સિહોરના ડુંગરોમાં દેખા દેતા પંથકમાં દિપડાએ ફરી ધામા નાખતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અગાઉ પણ સિહોરના ધ્રુપકા ભડલી વિસ્તારોમાં મારણના સમાચાર અગાઉ વર્તમાનપત્રોમાં ચમકી ચુક્યા છે ત્યાં ફરી સિહોરના ચોરવડલા વિસ્તારમાં ફરી દેખા દીધા છે મારણ થયાનું વિડિઓ સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયો છે આ અંગે શંખનાદના સહયોગી હરેશ પવાર દ્વારા જણાવ્યું છે કે આ અંગે ચોરવડલા ગામના આગેવાન અશ્વપાલભાઈ નો સંપર્ક કરાયો હતો અને દીપડા અંગેની પૂછતાં કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ ચોરવડલા ગામ આજુબાજુ વિસ્તારોમાં દીપડાની રાડ ઉઠી છે મારણ થયાના પણ સમાચારો અને વાતો વહેતી થઈ હોવાનું આગેવાન અશ્વપાલભાઈ જણાવ્યું હતું ત્યારે મારણનો દીપડો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેને કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ સત્વરે આ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે અત્યંત આવશ્યક છે. અને દીપડાને પકડી પાડવાની લોકમાંગ પ્રબળ બનતી જાય છે.