વેપારીઓ દ્વારા ટ્રેડિશનલ વસ્ત્રોનો સ્ટોક કરાયો, ઓક્સોડાઈઝના ઘરેણા સહિતની સાજ-શણગારની વસ્તુઓ પણ બજારમાં આવી

દેવરાજ બુધેલીયા
હિન્દુ સંસ્કૃતિમાં દરેક તહેવારનું અનેરું મહત્વ જોવા મળે છે. દરેક પર્વની ઉજવણી માટે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. હાલ ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ નવરાત્રિ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવક-યુવતીઓ સહિત અબાલ-વૃધ્ધો નવરાત્રિની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ તો ખેલૈયાઓ નવરાત્રિમાં નીતનવા સ્ટેપ્સ સાથે ઝુમી શકે તે માટે વિવિધ ક્લાસીસો દ્વારા નીતનવી સ્કીમ સાથે બેચો શરૂ કરી દેવામાં આવી છે.નવરાત્રિ પર્વનો ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજથી પ્રારંભ થનાર છે ત્યારે તેની ઉજવણી માટે યુવાધનમાં અનેરો થનગનાટ જોવા મળે છે. નવરાત્રિ પર્વ દરમ્યાન રાત્રિના સુમારે નીતનવા પરિધાનમાં સજ્જ થઈ અવનવા સ્ટેપ્સ સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની શકાય તે અર્થે કેટલાક યુવાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રેક્ટીસ શરૂ કરીને તેમજ ક્લાસીસ જોઈન્ટ કરી ગરબે ઝુમવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમાં પણ નવરાત્રિ પર્વનું મહત્વ ગુજરાતમાં વિશેષ હોઈ તેની ઉજવણીનું મહત્વ વિશેષ જોવા મળે છે. હાલ તો કેટલાક ક્લાસીસોના સંચાલકો દ્વારા વિવિધ સ્કીમો સાથે યુવાધન માટે ગરબે ઝુમવા નીતનવા સ્ટેપ્સ તૈયાર કરી તેઓને શીખવાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ગણેશ મહોત્સવ પૂર્ણ થતાં જ ખેલૈયાઓ દ્વારા નવરાત્રિ પર્વને લઈને નવા સ્ટેપ્સ શીખવા ટ્રેનિંગો શરૂ થઈ છે ગરબામાં ઝુમી પોતે આકર્ષણનું કેન્દ્ર બને તેવી તૈયારીઓ કરતા હોય છે જો કે નવરાત્રિ પર્વમાં ઝુમવા માટે ખાસ સ્ટેપ્સની સાથે સાથે વિવિધ ખાસ પરિધાનોની પણ માંગ વધુ રહેતી હોય છે. જેને લઈ વેપારીઓ દ્વારા અત્યારથી જ ખેલૈયાઓ માટે વિવિધ પ્રકારના વસ્ત્રોનો સ્ટોક કરી દીધો છે. હાલ તો ધીમી ગતિએ ખરીદી થઈ રહી છે પરંતુ જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ ખેલૈયાઓ દ્વારા ખરીદીનો માહોલ જામશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. હાલ તો યુવાધન નવરાત્રિના સ્ટેપ શીખવામાં ગળાડૂબ બની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here