યાસીન ગુંદીગરા
સિહોર શહેરમાં આજે સવારથી જ ઉકળાટ અને વરસાદી માહોલ વચ્ચે અનેક ગામોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે જેના પગલે શહેરની જીવાદોરી સમાં ગૌતમેશ્વર તળાવની સપાટી ૨૧ ફૂટ આજુબાજુ પોહચી છે આમ ભાદરવા માસના પ્રારંભે જ મેઘરાજા પણ વરસ્યા હોય તેમ સિહોરના આજુબાજુ ગામોમાં વરસાદ વરસી જતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે. સિહોરમાં દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા ચાલુ રહ્યા હતા બીજી તરફ અનેક ગામોમાં વરસાદ પડતાં શહેરની મુખ્ય જીવાદોરી સમાં ગૌતમેશ્વર તળાવની સપાટી વધીને ૨૧ ફૂટે પોહચવા આવી છે તો બીજી તરફ હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે સપ્ટેમ્બર માસના પ્રારંભિક દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસશે તે આગાહી સાચી પડી હોય તેમ છેલ્લા બે દિવસથી સિહોર પંથકમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે ત્યારે ગૌતમેશ્વર તળાવ વહેલી તકે ઓવરફ્લો થાય તેવી નગરના જનો આશા રાખી રહ્યા છે છેલ્લા બે દિવસના વરસાદના અનેક ગામોના અનેક નાના મોટા ચેકડેમો પણ છલકાયા છે જોકે આજે સમી સાંજના વરસાદના કારણે કેટલાક મુખ્ય માર્ગોના પુલો પર પાણીના કારણે માર્ગો બંધ થયાના અહેવાલો પણ મળી રહ્યા હતા ત્યારે ભાદરવાના પ્રારંભે ભરપૂર દેખાઈ રહ્યો છે વર્ષો પછી શહેરના જીવાદોરી સમા ગૌતમેશ્વરની સપાટી ૨૧ ફૂટે પોહચવા આવી છે ત્યારે લોકોમાં એક અનેરો આનંદ અને ખેડૂતો ખુશખુશાલ નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here