હરીશ પવાર
સિહોર સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વરસોથી અનિયમીત અને અપુરતા ચોમાસા વચ્ચે આ વર્ષે વરસાદનો ઓવરડોઝ થઈ જતા હવે લીલો દુકાળ પડવાનો ભય પેદા થયો છે. વધારે પડતા વરસાદાથી ખેતીના ખરીફ પાકો પર માઠી અસર થવા માંડી છે. ચોમાસામાં કપાસ અને મગફળીના બે મુખ્ય પાકોનું વાવેતર થાય છે. મગફળીનો પાક હાલ પાકવાની તૈયારીમાં છે, આગોતરૃ વાવેતર કરનાર ખેડૂતોએ તો મગફળી કાઢવાની શરૃઆત પણ કરી દીધી છે. બીજી તરફ કપાસમાં કાલા તૈયાર થઈ ગયા છે. આ સિૃથતિમાં મેઘરાજા વિરામ લે તાથા વરાપ નિકળે તે ખુબ જરૃરી છે. પરંતુ રાજ્યમાં હજૂ થોડા દિવસો વરસાદ પડવાની થઈ રહેલી આગાહીથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. કપાસ અને મગફળીના પાકમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે મોટી નુકશાની અને લગભગ નિષ્ફળ જવાની શક્યતા દેખાઈ રહી છે સિહોર પંથકના તમામ વિસ્તારમાં ધરતીપુત્રોના મોઢે મેઘરાજા માટે એક જ વિનંતીભર્યો પોકાર સંભળાઈ રહ્યો છે, ‘હવે તો ખમૈયા કરો…’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here