મોઇન ને એસસોજી ઝડપી લીધો, ચિંતન એલસીબીના હાથે ઝડપાયો

હરીશ પવાર
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને ભાવનગર જિલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સુચના આપેલ. જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. અને એસઓજી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસને મળેલ બાતમી આધારે સિહોર પો.સ્ટે. ગેંગ કરી ચોરી કરવાનો સિહોર પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી ભાવનગર દ્વારા ગુન્હો દાખલ કરાવેલ જે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી મોશીન ઉર્ફે મોઈન જાહિદ ખાન પઠાણ ઉં.વ. ૨૦ રહેવાસી વડવા માઢિયા ફળી બોરડીની નીચે ભાવનગર વાળાને તેના ઘર પાસેથી પકડી સિહોર પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે. જ્યારે એલસીબી દ્વારા નાસ્તા ફરતા ચિંતનને દાણાપીઠ વિસ્તારમાંથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ હતી અને સિહોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી. એલસીબી પોલીસ અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો