કેતન ઝાપડીયા મૂળ વીંછીયાના ભડલી ગામનો રહેવાસી રાજકોટ પંથકમાંથી બે બુલેટની ચોરી કરી હતી જેમાં એક પાલીતાણાના ભરત ને વેચ્યું હતું

ભરત સિહોરના નવાગામ કનિવાવ પાસેથી લાલ કલરનું રોયલ બુલેટ લઈ પસાર થતા દરમિયાન ભરત ને પોલીસે અટકાવી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો

બન્ને રોયલ બુલેટ કેતન ઝાપડીયાએ રાજકોટના નાના મૌવા સર્કલ અને રેસકોર્સ સર્કલ પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત આપી

હરેશ પવાર
સિહોર શહેરની પોલીસ અને અધિકારી પ્રણવ સોલંકી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નવાગામ કનિવાવ નજીક નંબર પ્લેટ વગરનું લાલ કલરનું રોયલ બુલેટ પસાર થતું હતું તેને રોકીને પોલીસે પૂછપરછ કરતા જેનું નામ ભરત હિંમતભાઈ ગોંડલીયા રહે પાલીતાણા જણાવી જેના પાસે પોલીસે બુલેટના કાગળો માંગતા અને પૂછપરછ કરતા જેમણે કેતન ઝાપડીયા વીંછીયા વાળા પાસેથી ફાયનાન્સમાં ખેંચાઈ ગયેલું રૂપિયા સાઈઠ હજારમાં લીધું હોવાનું પોલીસને જણાવ્યુ હતું આટલા અરસા દરમિયાન થોડા જ કલાકોમાં પોલીસે વીંછીયાના કેતનને ઝડપી સિહોર પોલીસ મથકે લાવીને પૂછપરછ કરતા જેમના પાસેથી પણ એક રોયલ બુલેટ મળી આવ્યું હતું જેમણે રાજકોટના અલગ અલગ બે વિસ્તારના મુખ્ય સર્કલો પાસેથી ચોરી કર્યાની પોલીસને કબૂલાત આપી હતી ભરત અને કેતન પાસેથી મળેલા બન્ને બુલેટ રાજકોટના મુખ્ય સર્કલો પાસેથી ચોરાયા હોવાની અગાઉ રાજકોટ પોલીસમાં ફરિયાદો થઈ હતી હાલ આ સમગ્ર ઘટનામાં પોલીસે કેતનની ધડપકડ કરીને લોકઅપ પાછળ ધકેલી દઈને રાજકોટ માંથી બે ચોરાયેલા રોયલ બુલેટોના ગુન્હાઓના મૂળ સુધી પોહચીને મુખ્ય સૂત્રધાર કેતનને દબોચી લીધો છે સમગ્ર કાર્યવાહીમાં સિહોર પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઇ સોલંકી, ડી બી ટીલાવત, ગૌતમ રામાનુજ, કુલદીપસિંહ ગોહિલ, શક્તિસિંહ સરવૈયા, મહેશગીરી ગૌસ્વામી, અનિરુદ્ધસિંહ ડાયમાં સહિતનો સ્ટાફ જોડાયો હતો