નવનિયુક્ત અધિકારીશ્રી પીઆઇ સ્ટાફ સાથે મેઈન બજારમાં નીકળી વેપારી અને લારીગલ્લા ધારકોને જરૂરી સૂચનાઓ આપી અને ટ્રાફિક અડચણ ન થાય તેની તાકીદ કરવામાં આવી

હરેશ પવાર
સિહોર મેઈન બજારમાં આજે નવનિયુક્ત પોલીસ અધિકારીશ્રી પીઆઇ ગોહિલ અને સ્ટાફે રાઉન્ડ લીધો હતો અને વેપારીઓને સમજાવટથી ટ્રાફિક અડચણ ન કરવા તાકીદ કરી હતી સિહોરના વડલા ચૉકથી મુખ્ય બજાર માર્કેટ મોટાચોક વિસ્તારમાં પોલીસના મુખ્ય અધિકારીશ્રી ગોહિલ અને સ્ટાફે રાઉન્ડ લીધો હતો સ્ટાફ સાથે મુખ્ય બજારોમાંથી પગપાળા પસાર થઈ અડચણ કરતા વેપારીઓને જરૂરી સૂચના આપીને ટ્રાફિકને નડતરરૂપ થનાર સામે આકરી કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે લારી ગલ્લા ધારકોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.