વસીમ લંઘાની ગેંગના સજ્જાદ પઠાણ અને સાહિલ એલસીબીના હાથે ઝડપાયા

હરીશ પવાર
ભાવનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકયેલ ગુન્હેગારો ઉપર એલ.સી.બી.ભાવનગરના પોલીસ ઇન્સ.શ્રી. એસ.એન.બારોટ તથા પો.સ.ઇ. એન.જી.જાડેજા એ ગુન્હાનો અભ્યાસ કરી આ આવા ગુન્હેગારોને ઝેર કરવા માટે એક ગેંગ કેસ તેયાર કરી જેમાં વસીમ ઉર્ફે લંઘાની ગેંગ ઉપર કુલ-૧૪ આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. ૪૦૧,૩૪ મુજબનો ગુન્હો શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ અને તે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી લેવા સુચના કરેલ જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાનન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં, નિલમબાગ પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો. ૪૦૧,૩૪ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી સજાદભાઇ મહમદભાઇ પઠાણ રહે. કુંભાર વાડા મોતી તળાવ ભાવનગર વાળો વાસણ ઘાટ હોવાની હકિકત મળતા તુરતજ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા સજાદભાઇ મહમદભાઇ પઠાણ રહે. કુંભાર વાડા મોતી તળાવ ભાવનગર વાળા હોવાનું જણાવતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૧૮૯/૨૦૧૯ ઇ.પી.કો.-૪૦૧,૩૪ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબની કાર્યવાહી કરી સોપી આપેલ છે. જ્યારે સાહિલ ઉર્ફે સાયલો ઇકબાલભાઈ કુરેશીને ઝડપી લીધો છે બન્ને ને ઝડપી સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here