અદ્ભૂત સાજ સજાવટ સાથેના પંડાલોમાં વાજતે ગાજતે અબિલ – ગુલાલની છોળો વચ્ચે દુંદાળાદેવનું થયું સ્થાપન, સમગ્ર પંથક ગણેશમય

દેવરાજ બુધેલીયા
સમગ્ર સિહોર અને પંથકમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે સમગ્ર પંથક જાણે મીની મહારાષ્ટ્રમાં તબદીલ થયું હોય તેવો માહોલ સર્જાયો છે આજથી સમગ્ર શહેર અને ગામ સાથે ચોકે ચોકે ગણપતિ સ્થાપન થયું છે અને અદ્ભૂત સાંજ સજાવટ સાથેના પંડાલોમાં વાજતે ગાજતે અબિલ ગુલાલની છોળો વચ્ચે દુંદાળાદેવનું દબદબાભેર સ્થાપન કરાયુ છે દિવસભર ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજયો છે તથા લોકો ગણેશ ભક્તિમાં લીન બન્યા છે તો બીજી તરફ અસંખ્ય પરિવારો પણ પોતાના ઘરોમાં ગણેશ સ્થાપન કર્યું છે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી સાથે ચોકે ચોકે, મેદાન, શેરી, રસ્તાઓ પણ સાજ સજાવટો સાથેના મનમોહક પંડાલો બનાવાયા છે અને ભાવભેર ગણપતિ સ્થાપન કરાયુ છે સિહોરમાં અસંખ્ય સ્થળોએ અને દર વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ ઉજવાઇ છે અનેક પરિવારો પણ પોતાના ઘરે ગણેશ સ્થાપન કરે છે. સવાર સાંજ આરતી તથા અનેકવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ છે અને સમગ્ર શહેરમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે. દર વર્ષ માફક આ વર્ષે પણ સમગ્ર પંથકમાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે ગણેશજીના આગમનને વધાવવા ભાવિકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી ભાવિકો પોતાના ઘરોમાં તેમજ મંડળોમાં ગણપતિજીને વાજતે ગાજતે વધાવી સ્થાપના કરી હતી ગણેશ મહોત્સવ અંતર્ગત પુજન, અર્ચન, મહાઆરતી, ધુન, ભજન, કિર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે. દરરોજ રાત્રે મહાઆરતી,પુજન, મહાપ્રસાદ અને રાસોત્સવના કાર્યક્રમો પણ યોજાશે. વિવિધ મિત્ર મંડળ અને શેરી ગૃપો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અબીલ-ગુલાલની બૌછાર વચ્ચે યુવાનો તાથા વડીલો ગજાનંનનું આજથી સ્થાપના થયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here