

સિહોર પ્રસિદ્ધ બ્રહ્મકુંડ ખાતે આજે યોજાયેલ લોકમેળામાં શંખનાદ સંસ્થા દ્વારા ઉભા કરાયેલ સ્ટોલ સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે આજે ભાદરવી અમાસના દિવસે દર વર્ષની માફક ઐતિહાસિક સિહોરના બ્રહ્મકુંડ ખાતે આજે લોકમેળો ભરાયો હતો અને જેમાં હજારોની મેદની ઉમટી પડી હતી અને જેમાં ખાણી પીણી સહિત ચીજ વસ્તુઓના અસંખ્ય સ્ટોલો ઉભા થયા હતા જેમાં સમગ્ર જિલ્લાની નામાંકિત અને એક દસકા કરતા વધુ સમયથી ચાલતી શંખનાદ સંસ્થા સમાચાર દ્વારા શુભેચ્છકો માટે એક સ્ટોલ ઉભો કરાયો હતો અને જેમાં ખાસ કરીને લોકોને શંખનાદના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જોડવામાં આવી રહ્યા એક જ દિવસમાં માત્ર વોટ્સએપ અને ટેલિગ્રામમાં જ હજારો લોકો જોડાયા છે સંસ્થાને લોકો તરફથી જબ્બર અને સારો પ્રતિસાદ મળ્યો હતો સમગ્ર લોકમેળામાં શંખનાદ સંસ્થા દ્વારા ઉભા કરાયેલ સ્ટોલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો અહીં મિલન કુવાડિયા સહિત સંસ્થાના દરેક વિભાગ મિત્રો જોડાયા હતા અહીં ખાસ કરીને સલીમ બરફવાળાની ગેરહાજરી નોંધનીય રહી હતી જ્યારે મિલન કુવાડિયા સાથે બ્રિજેશ ગૌસ્વામી, દેવરાજ બુધેલીયા, હરેશ પવાર, યાસીન ગુંદીગરા, પાર્થેશ ગોહિલ, ગૌતમ જાદવ, અમન ગુંદીગરા, સહિત ટિમ જોડાઈ હતી