૧૨ જેટલા પ્રમુખની દાવેદારો માંથી કોણ બાજી મારે છે તેના પર સૌની નજર, હોદ્દાઓ માટે ગાંધીનગર સુધી દોડધામ અને દિલ્લી સુધી ફોનની ઘંટડીઓ રણકી

હરેશ પવાર
ગત શનિવારે સિહોર સહિત ત્રણ તાલુકાને બાદ કરતાં ભાવનગર જિલ્લા ભાજપના કેટલાક મંડલ પ્રમુખ-મહામંત્રીના નામની જાહેરાત કરાઈ હતી જેમાં સિહોરને બાકી રખાયું છે અને જેનું કોકડું ખાસ્સું ગુંચવાયેલું હોવાનું સૂત્રો કહી રહ્યા છે ગત શનિવારે સિહોરને બાદ કરતાં જિલ્લાના મંડલ પ્રમુખ મહામંત્રીઓમાં નિમંણુક થતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહની લાગણી ફેલાય હતી પરંતુ જેને સ્થાન નથી મળ્યુ તેવા કેટલાક ભાજપ કાર્યકરમાં નારાજગી ફેલાય હોવાનુ સૂત્રો કહી રહ્યા છે ભાજપનુ સંગઠન પર્વ હાલ ચાલી રહ્યુ છે, જેના ભાગરૂપે ગત શનિવારે સિહોર સાથે ત્રણ મંડળોને બાદ કરતાં ભાવનગર જિલ્લાના વિવિધ મંડલ પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક કરવામાં આવી હતી, ભાજપના ઘણા કાર્યકરો મંડલ પ્રમુખ અને મહામંત્રી બનવા થનગનતા હતાં. મંડલ પ્રમુખ અને મહામંત્રી બનાવવા ભાજપ દ્વારા લાંબા સમયથી કવાયત શરૂ હતી, જેના પગલે કાર્યકરોએ ભાજપ અગ્રણીઓને ભલામણો પણ કરી હોવાનુ કહેવાય છે. મંડલ પ્રમુખ અને મહામંત્રીના નામ જાહેર થતા કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા પરંતુ કેટલાક કાર્યકરના નામ પ્રમુખ કે મહામંત્રી તરીકે જાહેર નહી થતા તેઓમાં નિરાશા ફેલાય ગઈ હતી અને કચવાટ કરતા નજરે પડયા હતાં સિહોર શહેરના સંગઠનમાં પ્રમુખ, મહામંત્રી વગેરેના નામ આગામી દિવસોમાં પ્રદેશ સંગઠનમાંથી જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવેલ છે ખાસ કરીને સિહોરનું કોકડું ખાસ્સું ગૂંચવાયેલુ છે હાલ હોદ્દા મેળવવા ભાજપ અગ્રણીઓ ઉચ્ચકક્ષાએ સંપર્કમાં હોવાનુ કહેવાય છે ત્યારે સિહોર ભાજપ સંગઠનમાં કોણ બાજી મારી જાય છે ? તે જોવુ જ રહ્યું. હાલ શહેરના કેટલાક અગ્રણીના નામ સંગઠનના પ્રમુખ-મહામંત્રીની રેસ માટે ચર્ચાય રહ્યા છે પરંતુ અંતિમ ઘડીએ કોનુ નામ જાહેર થાય તે કહેવુ મૂશ્કેલ છે.