
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરના યુવા આગેવાન અને જિલ્લા યુવા ભાજપના અગ્રણી કિશન સોલંકીનો આજે જન્મ દિવસ હતો કિશન સોલંકીને જન્મજાત અને પોતાની ગળથુથીમાં રાજકારણ મળેલું છે પોતાના પિતા સ્વ દીપશંગભાઈ વર્ષો સુધી સિહોરના સ્થાનિક રાજકારણ સાથે જોડાયેલા અને તેમના પુત્ર કિશમ સોલંકી પણ વર્ષોથી સ્થાનિક જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિ છે આજે તેમના જન્મ દિવસે આગેવાન અગ્રણી મિત્રો શુભેચ્છકોની હાજરીમાં એલડીમુની સ્કૂલ સંસ્થા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આમતો કિશન સોલંકી સિહોરની વૃક્ષોનું જતન કરતી સંસ્થા ગ્રીન ઇન્ડીયા ગ્રુપના મુખ્ય આગેવાન પણ છે આજે તેઓના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષોનું જતન સાથેના સંકલ્પ સાથે વૃક્ષો વાવી પોતાનો જન્મ દિવસ ઉજવી અન્ય લોકોને પ્રેરણા મળે તેવી ઉજવણી કરી હતી