હરીશ પવાર
સિહોર શહેર અને તાલુકા ભાજપ સંગઠનની રચનામાં હોદ્દેાઓ માટે ભારે ખેંચતાણ થતાં કાર્યકરોમાં નારજગી જોવા મળી છે.આ પૈકી શહેર સાથે તાલુકાના સંગઠનના નામો પેન્ડિંગ કરી દેવાયા છે. સિહોર શહેર અને તાલુકા ભાજપના (મંડલ) ના સંગઠનની રચના દરમિયાન વિખવાદ સર્જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે જેના કારણે આખરે પક્ષના મોવડીઓની સૂચના મુજબ સિહોર અને તાલુકા સંગઠનના હોદ્દેદારોની નિમણુંક હાલ પૂરતી મોકૂફ કરી દીધી હોવાનું સૂત્રો કહી રહ્યા છે અને ટૂંક સમયમાં પ્રદેશ કક્ષાએ થી નામોની જાહેરાત થશે તેવું હાલ જાણવા મળ્યું છે કહેવાઈ છે કે પ્રદેશના એક મોવડીએ ચંચુપાત કરતાં નામો જાહેર થયા નથી ભાજપના વર્તુળોમાંથી એવી પણ વિગતો છે કે સિહોર અને તાલુકાના હોદ્દેદારોના નામો નક્કી થઇ ગયા હતા પરંતુ પ્રદેશના એક હોદ્દેદારે તેના નિકટના મનાતા કાર્યકરને શહેર અને તાલુકાના સંગઠનમાં લઇ જવા માટે સૂચના આપતાં પ્રમુખ તરીકે લગભગ નક્કી થઇ ગયેલું નામ મુલત્વી રખાયું હતું અને હોદ્દેદાર માટે પણ ખેંચતાણ થતાં પ્રદેશ ઉપર નિર્ણય છોડવામાં આવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે સિહોરની રચનામાં તાલુકા તેમજ જિલ્લાના હોદ્દેદારો ઉપરાંત ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યો અને સાંસદો પ્રદેશ કક્ષાથી રસ લેવાતો હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here