નવેમ્બરના અંત સુધીમાં સંગઠનમાં નવા-જૂના પ્રમુખ, મહામંત્રી સહિતની વરણી થશે, હોદ્દાઓ માટે ગાંધીનગર અને દિલ્લી સુધી તારો લંબાવ્યા

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર ભાજપની નવી બોડીની રચના માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જે સંદર્ભે બેઠકો અને મિટિંગોનો ધમ-ધમાટ જોવા મળે છે જેમાં સિહોર શહેર ભાજપ પ્રમુખ માટે ૧૨ થી વધુ દાવેદારો હોવાનું નજીકના સૂત્રો માની રહ્યા છે સંગઠન પર્વની રચનાને લઈ સિહોર શહેર અને જિલ્લા ભાજપમાં રાજકીય ચહલપહલ શરૂ થઈ ગઈ છે વખતે પ્રમુખ બનવા માટે રીતસર હરીફાઈ જામી છે જેમાં આશિષ પરમાર, ડૉ રાજુભાઇ પાઠક, ઉપેન્દ્રભાઈ ડોડીયા, ઘનશ્યામભાઈ પરમાર, અનિલભાઈ મહેતા, વિજયભાઈ મકવાણા, સુરેશભાઈ સાંગા, વીરેન્દ્રસિંહ ગોહિલ, બેચરભાઈ ગોહિલ, પરેશ જાદવ, પ્રદીપભાઈ શાહ, બળવંતશંગ પરમાર સહિતના કાર્યકરો રેસમાં હોવાનું સૂત્રો કહી રહ્યા છે ખાસ કરીને આશિષ પરમાર, પરેશ જાદવ, ડો રાજુભાઇ પાઠક, ઘનશ્યામભાઈ પરમાર, વિજયભાઈ મકવાણા પ્રમુખપદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે પ્રમુખ બનવા માટેની રીતસર હોડ લાગી છે દાબેદારોએ ગાંધીનગર અને દિલ્લી સુધી તારો લંબાવ્યા છે નવેમ્બરના અંતિમ અઠવાડિયા સુધીમાં નવી રચનાની કાર્યવાહી પૂર્ણ થશે તેવું રાજકીય જાણકારો માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here