કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાઓ અને દિગગજો સાથે કેમ થાય છે ઓરમાયું વર્તન: જયરાજસિંહ બાદ મનહર પટેલ નારાજ
મનહર પટેલ જેવા પીઢ નેતા રાહુલને મળવા માટે અપેક્ષિત નથી બોલો..આ કેવું જે માણસને લોકસભા ચૂંટણીમાં ત્રણ લાખ મતો મળ્યા છે એ રાહુલને મળવા માટે અપેક્ષિત નથી? બાબત ખૂબ અઘરી છે

સલિમ બરફવાળા
પડું પડું થઈ રહેલી કોંગ્રેસ ને તેના જ હોદેદારો પાટુ મારી રહ્યા હોય તેવી પરિસ્થિતિ ગુજરાત માં ઉભી થઇ રહી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના ડિબર્ટ માટેના જીનિયસ અને ધારદાર પ્રવક્તા જયરાજસિંહએ ચાલુ ડિબેટે જાહેરમાં ચોધાર આંસુએ રડી ને પોતાનો બળાપો કાઢ્યો હતો. વર્ષો ની વફાદારી અને મહેનત નું કોંગ્રેસ દ્વારા કેવું ફળ આપવામાં આવ્યું તેની વિગતવાર વાત કરી હતી. ત્યારે ફરી એક પીઢ નેતા અને પ્રદેશ કક્ષાના પ્રવક્તા સાથે પ્રદેશ નેતાગિરી દ્વારા ઓરમાયુ કરતા પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે જેના લીધે ગુજરાત કોંગ્રેસ ઉપર બે ચાર નો કબ્જો જ હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર લોકસભામાં ભારતીબહેન શિયાળ સામે ત્રણ લાખ મતો મેળવીને ટક્કર આપતા અને પ્રદેશ ના ધારદાર પ્રવક્તા કોંગ્રેસ ના પાયા સાથે સંકળાયેલા મનહરભાઈ પટેલ ને કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી ને મળવા જતા જાકારો આપી દેવામાં આવ્યો હતો. મનહરભાઈ ને એવું કહેવા માં આવ્યું ત્યાંથી કે તે રાહુલ ગાંધી ને મળવા માટે અપેક્ષિત છે નહીં. પ્રદેશ કોંગ્રેસ ના આવા ખરાબ વર્તનથી મનહરભાઈ ને ખૂબ જ લાગી આવ્યું હતું અને તેમને ફેસબુક ઉપર વીડિયો મેસેજ થી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. આ અગાઉ પણ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ને ચાર પાંચ વાર ફોનથી સંપર્ક કરવા કોશિશ કરી હતી પણ પ્રદેશ અધ્યક્ષ દ્વારા તેમનો ફોન ઉપાડવા માં આવ્યો ન હતો તેવું મનહરભાઈ દ્વારા જાણવા મળ્યું હતું. એક તરફ ગુજરાત કોંગ્રેસ ખખડધજ હાલતમાં થઈ ગઈ છે ત્યારે બીજી તરફ પ્રદેશ ના હોદેદારો દ્વારા તેમના જ પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે આવું ખરાબ વર્તન કોઈ અંશે વ્યાજબી નથી. આવી ઘટના તો કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ ઉભી કરશે તેમાં નવાઈ નહિ. એક વાત એ પણ હવે વિચારવા જેવી છે કે જો પ્રદેશ ના નેતાઓ ની આવી હાલત હોઈ કોંગ્રેસ માં તો પછી જિલ્લા અને તાલુકા કક્ષાના હોદેદારો અને કાર્યકરો ની તો એક કોડી ની કિંમત નહિ હોય તેવું સમગ્ર ઘટના જોતા લાગે છે. ગુજરાત કોંગ્રેસમાં નવાણિયા ને ખોળામાં તેડીને ફરે છે જ્યારે વર્ષોથી પક્ષ માટે વફાદારી દાખવી ને પક્ષને ઉભી કરવા માટે દિવસ રાત એક કરી નાખતા પીઢ આગેવાનો અને કાર્યકરો ના પતા જ કાપી નાખવાના હોય તેવું વર્તન પ્રદેશ ના ખુરશી ઉપર બેસેલા હોદેદારો દ્વારા કરવામાં આવી રહ્યું છે જે કોંગ્રેસ માટે તો ખૂબ જ ચિંતાજનક છે. એક તરફ કોંગ્રેસના કદાવર નેતાઓ કેસરિયો ધારણ કરી લેવાના પુરા મૂડ માં છે. રાજ્યમાં નહિ પરંતુ દેશમાં પણ કોંગ્રેસ માટે કપરો સમય છે ત્યારે નાના માં નાના કાર્યકરો ને સાચવીને તેની સમસ્યાના નિવરાણ કરવું જોઈએ તેના બદલે કોંગ્રેસ પોતાના જ પગ ઉપર કુહાડી મારી રહી છે. જયરાજસિંહ જેમનો એક ખૂબ જ મોટો યુવા ચાહક વર્ગ છે તેની સાથે પણ કોંગ્રેસ દ્વારા અતિ શરમજનક વર્તન કરવામાં આવ્યું છે. જો કોંગ્રેસ એ ફરી ઉભું થવું જ હોઈ તો પરિવાર વાદ છોડીને જે ખરેખર વફાદારી સાથે પક્ષ સાથે જોડાયેલા છે જેના માટે પોતાનો પક્ષજ સર્વસ્વ છે તેવા આગેવાનો ને આગળ લાવીને કમાન સોંપી દેવાની જરૂર છે બાકી પરિવાર વાદ કોંગ્રેસ પાર્ટીનો સૂર્યાસ્ત છે તે નક્કી જ…