સિહોર મહિલા મંડળ ખાતે નવરાત્રી સ્પર્ધાનું આયોજન

દેવરાજ બુધેલિયા
સિહોરની જાણીતી સંસ્થા એટલે કે પરશુરામ ગણપુલે મહિલા મંડળ દ્વારા આજરોજ નવરાત્રિ નિમિત્તે ગરબા ડેકોરેશન ડિઝાઇન અને સીનીયર સીટીઝન ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની જાણીતી સંસ્થા પરશુરામ ગણપુલે મહિલા મંડળમાં અવાર નવાર બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે નવરાત્રિ નિમિત્તે ગરબા ડિઝાઇન ડેકોરેશન ની સ્પર્ધા કરવામાં આવી હતી જેમાં પહેલો બીજો અને ત્રીજો નંબર લેનાર વ્યક્તિઓને પરશુરામ ગણપુલે મહિલા મંડળના બહેનો દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા પરશુરામ ગણપુલે મહિલા મંડળના સભ્ય પન્નાબેન મહેતા ઈલાબેન જાની અર્ચનાબેન દેસાઈ કિરણબેન સંઘવી તેમજ સંસ્થાના વગેરે બહેનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here