બ્રિજેશ ગૌસ્વામી
આજરોજ સિહોર ખાતે આવેલ લાલજી મહારાજ હવેલી તેમજ અનિલભાઈ મહેતા ના નિવાસસ્થાને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત તેમજ અર્બન હેલ્થ આરોગ્ય સેન્ટર દ્વારા આરોગ્ય નિદાન કેમ્પ યોજાયેલ જેનું ઉદ્ઘાટન દીપ પ્રાગટય સંત શિરોમણી ઓમ ચંદન બાપુ ના વરદ હસ્તે કરવામાં આવેલ આ કેમ્પમાં સિહોર નગરપાલિકા ના પ્રમુખ શ્રી દીપતિબેન ત્રિવેદી ની ખાસ ઉપસ્થિત માં યોજાયેલ. તેમજ અર્બન હેલ્થ ના ર્ડો. જયેશ વકાણી. ર્ડો. શિતલ ભાઈ પરીખ.ર્ડો. વિજયભાઈ કામલિયા ર્ડો. પૂજાબા ગોહિલ સુપર વાઇઝર સાજનભાઈ તેમજ અર્બન હેલ્થ દ્વારા આરોગ્ય નિદાન સાથે રિપોર્ટ તેમજ દવાઓ આપવામાં આવેલ આ કેમ્પમાં 185 થી વધુ દર્દીઓ ને તપાસ કરવામાં આવેલ તેમજ સલ્મ વિસ્તારમાં થી મોટી સંખ્યામાં આરોગ્ય નિદાન માં લાભ લીધે આ કાર્યક્રમ માં ભરતભાઇ મલુકા.પત્રકાર હરીશ ભાઈ પવાર. મહેશભાઈ કલથીયા સહિત મહાનુભાવોઓ તેમજ આંગણવાડી ના બહેનો પણ આ કેમ્પમાં જોડાયા હતા આ કાર્યક્રમની આભાર વિધિ મીનાબેન અનિલભાઈ મહેતા એ કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here