ટાઉનહોલમાં પરશુરામ ગ્રુપ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

દેવરાજ બુધેલીયા
સમસ્ત બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રુપ સિહોર દ્વારા ગઈકાલે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બ્રહ્મસમાજના વિધાર્થીઓ ધોરણ 10 થી લઈ ને કોલેજ સુધીના માટે કારકિર્દી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષા કેમ પાસ કરવી, યાદ શક્તિ કેમ વધારવી અને પરીક્ષા ની તૈયારી કેમ કરવી તેવા મહત્વના વિષયો પર વક્તાઓ દ્વારા વક્તવ્ય આપી દરેક ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે દિકરીઓએ સ્ટેજ પર ઉપસ્થિત તમામ વડીલો માતાઓને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત વડીલ વંદના કાર્યક્રમથી થઈ હતી ૭૫ વટાવી ચૂકેલા વડીલો નું સન્માનપત્ર તથા પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વડીલો ને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું વડીલોનું સ્વાસ્થય સારું રહે તે માટે ભોળાનાથ ને પ્રાર્થના સાથે કરીને જય જય પરશુરામ તથા હર હર મહાદેવ ના નાદ સાથે ટાઉનહોલ ગુંજી ઉઠ્યો હતો અને ૪૦ વટાવી ચૂકેલા દંપતીઓને પણ સન્માનીત કરાયા હતા આ પ્રકારના અનોખા ત્રિવિધ કાર્યક્રમ થકી યુવા પરશુરામ ગ્રુપ સિહોર દ્વારા સમાજ ને એક નવો રાહ ચિધવાનો પ્રયાસ કરેલ છે ત્યારે ઉપસ્થિત દરેક વડીલોએ આવા સુંદર કાર્યક્રમ બદલ યુવા પરશુરામ ગ્રુપ પ્રમુખ દીપકભાઈ જાની તથા તેની સમગ્ર ટીમ ને આશીર્વાદ ની વર્ષા કરી હતી કાર્યક્રમ ના અંતે દરેક વડીલો તથા તમામ દંપતી તથા દરેક સાથે આવનાર વ્યક્તિઓ માટે સુંદર ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here