યાસીન ગુંદીગરા..હરેશ પવાર
સિહોર નગરપાલિકા વોર્ડ નં ૨ માં આવેલ રાજીવનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાને લઈ બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદન આપી રજુઆત કરી છે રાજીવનગરમાં છેલ્લા અગિયાર વર્ષથી પાણીનો પ્રશ્ન હલ થતો નથી પીવાનું અને વાપરવા માટેનું પાણી મળતું નથી અહીં દોઢ વર્ષથી બનાવવામાં આવેલ પાણીનો ટાંકો બંધ હાલતમાં છે ઉપયોગમાં લેવામાં આવતો નથી અહીં રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં છે ખુબજ ગંદકી છે જે તમામ પ્રાથમિક સુવિધાને લઈ જિલ્લા બહુજન સમાજ પાર્ટી આજે સિહોર મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવી રાજીવનગર વિસ્તારની પ્રાથમિક સુવિધાને લઈ રજુઆત કરી હતી અને સમસ્યા માટેના ઉકેલ માટેની માંગ કરી હતી અહીં બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશભાઇ સહિત આગેવાનો જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here