સિહોર નગરપાલિકા વિસ્તારના નગર સેવક અને ભાજપ શહેર પ્રમુખ શંકરમલને અહીંના વિસ્તારના લોકોએ રજુઆત કરી તો પ્રમુખે કહ્યું તમે તમારી રીતે કરાવી લેજો..આ જવાબ કેવાઇ.?

લોકોને આવવા જાવવા માટે ભારે તકલીફ, અહીં વિસ્તારનું ટોળું નગરપાલિકા ઘસી ગયું, કોઈ જવાબદાર અધિકારી કે ચૂંટાયેલા સભ્યો પાલિકામાં હાજર ન હોવાથી લોકોમાં રોષ ભભૂક્યો

દેવરાજ બુધેલીયા
સિહોર વોર્ડ નં ૫ વિસ્તારમાં સિંધી કોલીની પાછળ આવેલ વૃંદાવન સોસાયટીનું નાળાની હાલત અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે લોકોએ અગાઉ પણ અનેક વખત ચૂંટાયેલા સભ્યોને રજુઆત કરી હોવા છતાં પરિસ્થિતિ જેમની તેમ રહેતા અહીંના રહેવાસીઓમાં ભારે રોષ પ્રબળ બન્યો છે સિહોર વોર્ડ નં ૫ સીધી કોલોનીથી વૃંદાવન સોસાયટી જવાના માર્ગે રસ્તા વચાળે આવેલું નાળુ તૂટેલી હાલતમાં હોવાથી સ્થાનીક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે આ નાળાને લઈ આજે સ્થાનિક સોસાયટીની મહિલાઓ સહિત લોકો નગરપાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા પરંતુ નગરપાલિકાના જવાબદાર નગરસેવક કે મુખ્ય અધિકારી હાજર ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે અહીંના લોકોનું કહેવું છે આ નાળાને નગરપાલિકામાં મુખ્ય અધિકારી ચીફ ઓફિસરના કેવાથી તોડી પડાયું છે જેને અમે રીપેરીંગ માટે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ જ્યાંન આપતું નથી નગરસેવકો જવાબ આપતા નથી અહીંના રસ્તા પર માત્ર હેમખેમ બાઈક પસાર થાય તેટલો જ રસ્તો રહેલો છે અહીંના વિસ્તારના લોકોનું એવું પણ કહેવું છે અમારા નગરસેવક અને શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરને આ બાબતે અમે રજુઆત કરી તો શંકરમલે એવું કહ્યું કે તને તમારી રીતે કરાવી લેજો.. બોલો આ કઈ સમસ્યા નિવારણ માટે જવાબ કેવાય.? શંકરમલ તમે આ નગરના જવાબદાર વ્યક્તિ છો ભૂલી ન જાવ એટલી અમારી પણ વિન્નતી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here