નિર્દોષનો જીવ લેવાઈ પછી જ થશે કામ..? કે…રોકડી અને ભ્રષ્ટાચાર માં રસ છે..વિપક્ષે પણ મૌન ધારણ કરી લીધું છે

હરેશ પવાર
સિહોર ભાવનગરના સ્ટેટ હાઈવે રોડ પર અને ખાસ કરીને તાલુકા પંચાયત કચેરી સામે આવેલ મુખ્ય હાઇવે રોડ પર સાંજ પડે હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો લોડીગ વાહનો પણ પસાર થતા હોય છે પરંતુ મુર્ખામી તંત્ર અને સત્તાધિશોને આ મોત નો ખાડો કેમ નહિ દેખાયો હોય અરે…વધુ મૂર્ખ તો વીપક્ષીઓ પણ ખરી જ ને.તે પણ ચૂપ છે કે પછી મહાભારત ના ધૂતરાષ્ટ્ર ની જેમ આંધળો છે કે પછી ..રોકડી કરવામાં કે ભ્રષ્ટાચાર માં જ રસ હોય તેવું ખુલ્લેઆમ લોક ચર્ચા એ ચર્ચાઈ રહ્યું છે. આજરોજ એક પેસેન્જર રીક્ષા જે આ ખાડા માં ફસાઈ હતી ત્યારે સ્થાનિકો દોડી પેસેન્જર વાહન બહાર કાઢી નહિ તો અકસ્માત થતા બચ્યો હતો.અને આ ખાડા માં છેલ્લા સપ્તાહ થી અનેક અકસ્માતોના બનાવો બન્યા છે પણ નાલાયક અને ભ્રષ્ટાચાર તંત્ર અને સત્તાધિશો ની આંખ ક્યારે ઉઘડસે..જ્યારે સિહોર માં મહત્વની અનેક સરકારી કચેરીના અધિકારીઓ તમામ રાજકીય પક્ષ ના નેતાઓ ને આ ભ્રષ્ટાચાર નો ખાડો નહિ દેખાયો હોય..આ અંગે સિહોર ના સામાજીક કાર્યકર તેમજ પત્રકાર હરીશભાઈ પવાર દ્વારા તંત્ર સામે આરટીઆઈની કાર્યવાહી હેઠળ લેખિત ફરિયાદ કરવામાં આવશે અને તંત્ર સામે સિહોર નગરપાલિકા હોય કે R&B હોય જવાબદાર સામે પગલા ભરવા ઉગ્ર રજુઆત કરવામાં આવશે.