એક તરફ મંદીનો માહોલ વેપાર ધંધા છે નહીં..અને તંત્ર લોકોના વેપાર ધંધા બંધ કરાવવા મેદાને પડ્યું છે..વેપારી આલમમાં ભયંકર રોષ

આજે સવારે પાલિકા તંત્રએ જીસીબી ટ્રેકટર કર્મચારીઓની સાધન સામગ્રી સાથે ડીમોલેશન કરવાની તૈયારી કરતા જ મેઈન બજારની દુકાનોના શટર ટપોટપ બંધ થઈ ગયા

બજાર બંધ થતાં પાલિકા તંત્ર લોકોનો રોષ પારખીને કામગીરી બંધ રાખી, લોકોના ટોળા પાલિકાએ ઘસી ગયા,

પાલિકા પ્રમુખ વિપક્ષ નગરસેવકો નગરપાલિકાએ દોડી જઇ વેપારીઓને સમજાવટ કરી, તંત્રનું બે દિવસનું અલ્ટીમેટમ

હરીશ પવાર
એક તરફ વેપાર ધંધા રોજગાર મેળવવા લોકોને ફાંફા પડી રહ્યા છે સામાન્ય વેપારી પરિવારોને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે એક તરફ આ ગામમાં વેપાર ધંધાઓ છે નહીં રોજગારી મેળવી ને પરિવાર ચલાવવો કપરું બન્યું છે ત્યારે સિહોરનું તંત્ર લોકોના ધંધા રોજગાર તોડી પાડવા હવે મેદાને પડ્યું છે નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરની મેઈન બજારમાં દબાણ હટાવવા બાબતની કાર્યવાહી ચાલી રહી છે આજે સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા મેઈન બજારના માર્કેટ વિસ્તારમાં શહેરના ડીમોલેશન કરવા જેસીબી બુલડોઝર ટ્રેકટર કર્મચારીઓ સહિતની સાધન સામગ્રી સાથે સજ્જ થાય અને તૈયારીઓ કરે તે પહેલા મેઈન બજારની દુકાનો ધડાધડ બંધ થતાં પાલિકા સામે લોકોમાં છવાયેલો રોષ જોઈને પાલિકા તંત્રએ ડીમોલેશન કાર્યવાહી બંધ રાખવાની ફરજ પડી હતી આજ સવારથી ડીમોલેશનની કાર્યવાહી સામે વેપારી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો બજારમાં વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ કરીને પાલિકા તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો સવારથી તનાવ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને વેપારીઓના ટોળા નગરપાલિકા ખાતે રજુઆત માટે દોડી ગયા હતા અને પાલિકા તંત્રની ડીમોલેશન કામગીરી સામે બળાપો કાઢ્યો હતો અહીં નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ચેરમેન વિક્રમભાઈ નકુમ વિપક્ષના મુકેશ જાની દોડી ગયા હતા અને શહેરના વેપારીઓની સાથે સમજાવટ કરીને પોત-પોતાની દુકાનો ખોલી નાખવા અપીલ કરી હતી અહીં સવારથી વાતાવરણ તંગ જોવા મળ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો જોકે વેપારી આલમના રોષ જોઈને પાલિકા વિભાગ હાલ ઝુક્યું છે અને કાર્યવાહી બંધ રાખવાની ફરજ પડી છે અહીં વેપાર ધંધાઓ છે નહીં રોજગારી મેળવવા ફાંફા પડી રહ્યા છે ત્યારે તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here