બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર ઈતિહાસ અને ધર્મ સાથે બહુ જુનો સંબંધ ધરાવતું શહેર છે અહી લોકો દુર દુરથી આવે છે અહી ભગવાન શિવના નવનાથ છે.શ્રાવણ માસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ભાવિક ભકતો દર્શન લાભ લે છે અને સિહોર છોટે કાશી તરીકે પણ ઓળખાય છે સિહોરમાં બહારથી હજારો લોકો દર્શને આવતા હોય ત્યારે શહેરના લોકો વતી એવી લાગણી છે કે,સિહોર શહેરનાં મુખ્ય માર્ગ ભાવનગર રાજકોટ રોડ ઉપર બસ સ્ટોપ આજુબાજુ એક ભગવાન શિવની વિશાળ મૂતિઁની સ્થાપના થાય જેથી પસાર થતા લોકો અને દર્શનાથી તેમજ લોકોમાં સિહોરની એક અલગ ઓળખ ઉભી થાય સાથે સિહોર માં સારા સારા બગીચો સર્કલો આવેલ છે તેની યોગ્ય જાળવણી થાય તો સિહોરની જનતાને હરવા ફરવાનું સુંદર સ્થાન મળે અને સમગ્ર શહેરમાં વૃક્ષારોપણ કરી વોકીગ પાર્ક બનાવી સ્વચ્છતા માટે લોકોમાં સંકલ્પ લેતા કાર્યક્રમો કરી સિહોર શહેરના બ્યુટીફીકેશનમાં વધારો કરવામાં આવે તેવી યુવા અગ્રણી કિશન સોલંકી દ્વારા રજુઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here