વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રાવણ દહન અને ધર્મસભાનું આયોજન

દેવરાજ બુધેલીયા
આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે વિજ્યાદશમી. આસો સુદ-૧૦ના દિવસે શ્રીરામચંદ્રજીએ રાવણનો વધ કરી વિજય મેળવ્યો હતો. દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો ઉત્સવ. નવરાત્રીના નવ દિવસ માં જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજય પ્રાપ્તી માટે થનગની ઉઠે છે, તે જોતા દશેરાનો ઉત્સવ એટલે વિજય પ્રસ્થાનનો ઉત્સવ. નવરાત્રિના નવ દિવસ ભજવાતી રામલીલાના અંતે વિજયાદશમીના દિવસે રાવણનું પૂતળુ બાળી ભગવાન શ્રીરામે મેળવેલ વિજયના પ્રસંગને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે જે અનુસંધાને સિહોર ખાતે ભવ્ય આયોજન કરાયું છે દશેરા પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રાવણ દહન અને ધર્મસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓ આરંભી દેવાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here