દેવરાજ બુધેલીયા
જેના સ્મરણ માત્રથી શ્રધ્ધાળુઓના તમામ સંકટ તેમજ વિઘ્નો દૂર થવા લાગે છે તેવા અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક ગણપતિજીની આરાધનાના સૌથી મોટા ગણેશ ઉત્સવની સિહોર અને પંથકના ગામે ગામે અત્ર તત્ર અને સર્વત્ર હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી થઈ રહી છે. ગણેશ ઉત્સવ દરમિયાન ચોતરફ અનેકવિધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, સેવાકીય અને રચનાત્મક પ્રવૃતિઓ અને કાર્યક્રમો યોજાઈ રહ્યા હોય સિહોર અને પંથક પણ ગણેશમય બની ગયેલ છે. ગણેશ ઉત્સવના દર્શનાર્થે દરરોજ સાંજથી આબાલવૃધ્ધ દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય મીની મેળાવડા જેવો માહોલ જોવા મળે છે. છોટે કાશી સિહોર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વત્ર વિઘ્નહર્તા ગણેશજીની આરાધનાનો ઉત્સવ ભાવભેર ઉજવાઈ રહ્યો છે. શહેરના અનેક સ્થળોએ તેમજ તમામ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક મંડળો દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ પૂજન અર્ચન,મહાઆરતી, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ગણેશજીના દર્શનાર્થે ચોતરફ ભાવિકો ઉમટી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here