યાસીન ગુંદીગરા
૩૧ ઓક્ટોબર એટલે ભારતના બે કોંગ્રેસ લીડર નેતા જેને સમગ્ર ભારત નહિ પણ વિશ્ર્વ પણ યાદ કરે છે જેમા અખંડ ભારતના નિર્માતા લોખંડી પુરુષ સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલ જેની જન્મજયંતિ છે અને અખંડઆઝાદ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીજી ની પૂણ્યતિથિ છે જેમના જીવન દેશ ને સમર્પિત કરાયા છે આજે પુરા ભારત વર્ષમાં મા તેમને શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અપાઈ રહીં છે અને સાથે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આજે સિહોરની હોટલ ગેલોર્ડ ખાતે દેશ ની ધરોહર સમાન નેતાઓ ને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી આ પુષ્પાંજલિમાં સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા,ભાવનગર શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ જોષી, ધીરૂભાઈ ચૌહાણ,જયરાજસિંહ મોરી, નાનુભાઈ ડાખરા, મુકેશભાઈ જાની, કિશનભાઇ મહેતા, કરીમભાઇ સરવૈયા, ઇકબાલભાઇ સૈયદ, વહિદાબેન પઢીયાર, માવજીભાઈ સરવૈયા, રહીમભાઇ મહેતર, પી.ટી.સોલંકી, રાજુભાઈ ગોહેલ, છોટુભા રાણા, જેસીંગભાઇ મકવાણા, ઇશ્વરભાઇ નમસા, પરેશભાઇ બાજક,ડી.પી.રાઠોડ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો દવારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here