દેવરાજ બુધેલીયા
૨જી ઓક્ટોબર એટલે ગાંધી જન્મજયંતિ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના માર્ગથી અંગ્રેજો થી ભારત આઝાદ કરાવ્યું અને આપણને સત્ય, અહિંસા ની શક્તિ ની સમજ આપી જે મહાત્મા ગાંધી ને ફક્ત ભારત દેશ નહિં પરંતુ વિશ્ર્વ ના તમામ દેશોમાં તેને પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે એવા આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની આજે ૧૫૦ મી જન્મજયંતિ છે આજે નિમિત્તે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.. બધાભાઇ બાજક ના નિવાસસ્થાન ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા મહાત્મા ગાંધીજીની છબીને ફુલમાળા પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી ત્યાર બાદ સામુહિક ગાંધી વંદના સાથે પ્રાર્થના કરવામાં આવી હતી સાથે સવઁ કોંગ્રેસીજનો એ મહાત્મા ગાંધીજી ના મુળમંત્ર સત્ય, અહિંસા ઉપર ચાલી અનુકરણ કરવાના શપથ ગ્રહણ કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here