હરેશ બુધેલીયા
અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા .આજના આ ખાસ દિવસે સિહોર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે દશેરા પર્વે પોતાના સમાજની વાડી ખાતે આગેવાનોનો હાજરીમાં શસ્ત્રપુજન કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આજે દશેરાના પાવન દિવસે શસ્ત્રોનું પૂજન કરવુ એ ક્ષાત્રધર્મનો એક ભાગ છે ત્યારે સિહોર શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના યુવાનો, વડીલો અને સમાજ અગ્રણીઓ દ્વારા કારડીયા રાજપૂત સમાજની વાડી – સિહોર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ. ભૂદેવો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અને શિસ્તબદ્ધ રીતે સૌએ માં ભવાની અને શક્તિનું શસ્ત્રપૂજન કર્યુ અને છેલ્લે ઉપસ્થિત સૌએ સાથે પ્રસાદ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here