સિહોર શહેર યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

હરેશ પવાર
કોરોના ની બીજી લહેર માં સિહોર સહિત સમગ્ર દેશમાં ખૂબ મોટી સંખ્યામાં કોરોના ના દર્દીઓ વધ્યા હતા વધતા જતા કોરોના ની લહેર માં અનેક સામાજિક સંસ્થાઓ અનેક સામાજીક કાર્યકરો કોરોના દર્દીઓ તેમજ તેમના પરિવાર માટે તેઓ માટે મેદાને ઉતરી પડયા હતા.

સિહોરમાં પણ અને સામાજિક સંસ્થાઓ કોરોના સેવા માટે મેદાને ઉતરી આવી હતી ત્યારે આજે સિહોર શહેર યુવા ભાજપ દ્વારા આવા કોરોના વોરીયસ ને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.સિહોર શહેર યુવા મોરચા ની નવી ટીમ ના હોદ્દેદારો પણ આ સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સિહોર શહેર યુવા ભાજપ દ્વારા યોજાયેલા સન્માન કાર્યક્રમમાં સિહોર શહેર ભાજપના હોદ્દેદારો અને સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ પણ ઉપસ્થિત રહ્યા હતા. સિહોર શહેરના કોરોના વોરિયર્સ ને તેમની શ્રેષ્ઠ સેવાકીય કામગીરી ને સન્માનિત કરાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here