દેવરાજ બુધેલીયા
સિહોરની જાણીતી અને નામાંકિત શૌક્ષણીક સંસ્થા શ્રીમતિ જે.જે.મહેતા ગર્લ્સસ્કૂલ ખાતે આજે શિક્ષકદિન દિવસની ઉજવણી થઈ છે સંસ્થાના ઇન્ડોર ગેમ હોલમાં કાર્યક્રમની ઉજવણી થઈ હતી દાતા શ્રી માતૃશ્રી ઇન્દુમતીબેન ગમનલાલ વલ્લભદાસ મુનિ તથા માતૃશ્રી દેવયાની બેન મહેન્દ્રભાઇ વલ્લભદાસ મુનિ પરિવાર દ્વારા શાળાની સો થી વધુ બહેનો ને ડિઝાઇનર ડ્રેસ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ મિત્ર મંડળના વાઇસ પ્રેસિડેન્ટ ઉપેન્દ્રભાઈ ભુતા કેતનભાઈ મહેતા સંસ્થાના માનદમંત્રી અશ્વિન ભાઈ ગોરડીયા, ભરતભાઈ મલુકા, પ્રિન્સીપાલ અમિષાબેન પટેલ, સુપરવાઈઝર મીનાક્ષીબેન ભટ્ટ, ઉપસ્થિત રહી બહેનોને ડ્રેસ વિતરણ કરીને આજના દિવડે પ્રોત્સાહિત કરેલ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here