દાતાઓના સન્માન સમારંભ સાથે શિક્ષક ભુપેન્દ્રકુમાર નો વિદાય સમારંભ યોજાયો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં આવેલ શાળા નં3 શ્રી ભવાનદાસ દામોદરદાસ મુનિ શાળાના સ્થાપના દિવસની ઉજવણી આજે કરવામાં આવી હતી. સ્થાપના દિવસ સાથે દાતાઓ નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સાથે શાળાના શિક્ષક ભુપેન્દ્રકુમાર રાવલ નો વિદાય સમારંભ સાથે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં પ.પૂ.સંત.શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી, શ્રી આણંદરામ કાપડી, સંત શ્રી અલકેશગિરી બાપુ તેમજ પૂ.શ્રી અમરાદાસ બાપુ એ આશિર્વચન પાઠવ્યા હતા. આ સાથે જ સિહોરના સરકારી કચેરીઓના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સિહોરની સામાજિક સંસ્થાઓ ના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતાં. અહીં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર દ્વારા કાર્યક્રમ ને સફળ કરવા ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here