
હરેશ પવાર
સિહોર ના ઐતિહાસિક અને પૌરાણિક એવા બ્રહ્મકુંડ ના સાનિધ્યમાં આજે બ્રહ્મકુંડ સ્થળ રાજાશાહી વખત બનાવેલ તે સમય માં ભાદરવા સુદ 6 ના રોજ સમુદ્રીમાતા પ્રગટ થયેલા જે આજરોજ સિહોર સમુદ્રીમાતા ના પાટોત્સવ દરમિયાન સિહોરના વતની અને કપોળ સમાજ ના અગ્રણી તેમજ ઉદ્યોગપતિ ભુતા ઉપેન્દ્ર ભાઈ ગુલાબભાઈ ના પવિત્ર દિવસે મહાયજ્ઞર્થી તેમજ પરિવારજનો યજ્ઞમાં પૂજા હવન માં પરિવાર જનો બેઠા હતા આ સાથે કપોળ સમાજ તેમજ કંડોલીયા સમાજ ના કુળદેવી હોય આ પાટોત્સવ માં દેશ દેશાવર થી આ પાટોઉત્સવ ખાસ ઉપસ્થિત રહેલ તેમજ આ પાટોત્સવ દરમિયાન દરેક સમાજ શહેરમાં સુખ શાંતિ સમુદ્ર બને તેવા શુભ આશિષ આશીર્વાદ માતાજીના પૂજારી તેમજ ભૂદેવો દ્વારા આપેલ જે અંગે ભુતા સમાજ ના પ્રમુખ શરદભાઈ ભુતા કપોળ સમાજના પ્રમુખ કેતનભાઈ મહેતા તેમજ કંડોલીયા સમાજ ના પ્રમુખ એ તમામ નો આભાર માનેલ