સીએચસીમાં સોનોગ્રાફી મશીન શોભાના ગાંઠીયા સમાન, આરોગ્યક્ષેત્ર અગ્રેસર હોવાના દાવા વચ્ચે દર્દીઓએ સોનોગ્રાફી કરાવવા ભાવનગર સુધીના ધરમધક્કા

હરેશ પવાર
સિહોર શહેરએ ૭૨ જેટલા ગામોનુ મથક છે તદુપરાંત ભાવનગર રાજકોટ નેશનલ હાઇવે સાથે અન્ય તાલુકાઓને જોડતો સિહોર તાલુકો અને જેની સીએચસી હોસ્પિટલ ખાતે લોકોની સુવિધા માટે રહેલ સોનાગ્રાફી મશીન બંધ હાલતમાં પડ્યું છે અને શોભાના ગાંઠીયા સમાન છે.જેને લઈને તાલુકાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે શહેર તેમજ તાલુકામાંથી આવતા સામાન્ય લોકો આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે અને જો તેમને સારવાર દરમ્યાન સોનોગ્રાફી પડાવવાની જરૃરીયાત ઉભી થાય તો તેમણે અન્ય પ્રાઇવેટ અથવા તો ભાવનગર સુધી સોનોગ્રાફી કઢાવવા માટે જવું પડે છે જેને કારણે દર્દીના પૈસા તેમજ સમય બન્ને વેડફાય છે દર્દીઓની તકલીફ સમજી તાત્કાલિક સોનોગ્રાફી મશીન રીપેરીંગ કરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી માંગ લોકો માંથી ઉઠી છે જોકે અમારા સહયોગી હરેશ પવારે હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી ત્યારે આ સોનોગ્રાફી મશીન સોમવાર સુધીમાં સરકારી હોસ્પિટલમાં શરૂ થઈ જશે અને સોનોગ્રાફી મશીન નો કેબલ બ્રેક થઈ જવાથી આ સમસ્યા સર્જાય હોવાનું જાણવા મળ્યું હતું અને જેમના પાછળ દસથી બાર હજારની રકમનો ખર્ચ હોવાનું અમારા સહયોગીની જાણવા મળ્યું છે જોકે આજરોજ સોનોગ્રાફી રીપેરીંગ એન્જિનિયર વિઝીટ સાથે તપાસ બાદ આ ખર્ચ માટે સિહોર પ્રાંત સાહેબ ની મજૂરી લેવી પડે તે પણ પ્રાંતઅધિકારીશ્રી ગોકલાણી દ્વારા ખર્ચ ની મંજૂરી આપી દીધી છે તેવી પ્રાથમિક વિગતો સૂત્રો પાસેથી મળી છે.