શંખનાદ કાર્યાલય
શ્રાવણ માસના તહેવારો તેમજ આગામી ઉત્સવોને લઇ મિઠાઇનું વેચાણ સવિશેષ થતું હોય છે જે મુળ દૂધમાંથી જ બનતી હોય ત્યારે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફોર્મલ અને ઇન્ફોર્મલ મળી કુલ ૧૧૩ સેમ્પલીંગ ત્રણ દિવસના અંતે કરાયું હતું જેનું પરિણામ લેબ ટેસ્ટીંગ બાદ આવશે. દૂધની બનાવટની મિઠાઇઓ અને તેમાં થતી ભેળસેળની આડઅસર સીધી લોકોના આરોગ્ય પર પડી શકે છે. જેની સામે ગંભીરતા દાખવી ત્રણ દિવસની સંયુક્ત ડ્રાઇવ ગોઠવાઇ હતી. જેમાં જિલ્લાના તાલુકા ક્ષેત્રોના નાના નાના જેમાં સિહોરના ટાણા, લવરડા, જામવાળી, સગાપરા, બોરડી, સાગવાડી, વડીયા, મગલાણા, સહિત સિહોર, અને જિલ્લાના વિવિધ ગામોની ડેરીઓ માંથી દૂધના નમુના વિવિધ મંડળીમાંથી લેવાયા હતાં અને લેબ ટેસ્ટીંગ માટે મોકલી દેવાયા હતાં જેના પરિણામ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે