દેવરાજ બુધેલીયા
ગુજરાત રાજ્ય સહકારી સંધ પ્રાયોજિત જિલ્લામાં શ્રેષ્ઠ કામ કરનારી નાગરિક સહકારી બેન્કો માટેની શિલ્ક હરિફાઈ માં પ્રથમ દ્રિતીય અને તૃતિય ક્રમે વિજેતા થયેલી નાગરિક સહકારી બેન્કોને જિલ્લા સહકારી સંધ દ્રારા સન્માનિત કરવામાં આવશે જેમાં સિહોરનો સમાવેશ કરવામાં આવે છે સને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં સહકારી બેન્કિગ ક્ષેત્રે ઉત્સુષ્ટ કામગીરી કરનારી નાગરિક સહકારી બેન્કો માટેની શિલ્ક અને પ્રમાણપત્રો એનાયત કરવા અંગેની હરિફાઈ ભાવનગર જિલ્લા સળકારી સંધના ઉપક્રમે અને ચેરમેન જયવંતસિહ જાડેજાના પ્રમુખ સ્થાને યોજાઈ ગઈ.ભાવનગર અને બોટાદ જિલ્લાની કુલ મળી ૭નાગરિક સહકારી બેન્કોને ભાગ લીધો હતો જેમાં પ્રથમ મહુવા નાગરિક સહકારી બેન્ક,બીજા ક્રમે સિહોર નાગરિક સહકારી બેન્ક,તૃતિય તળાજા નાગરિક સહકારી બેન્ક વિજેતા જાહેર થઈ છે.તા.૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન ભાવનગર જીલ્લા સહકારી સંધ ઉપક્રમે યોજાનારા સહકાર સપ્તાહની ઉજવણીમાં આ બેન્કોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાશે અને સંધ તરફથી વિશેષ પુરસ્કુત કરાશે.તેમ ભાવનગર સહકારી સંધે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here