બોરડા, વેજોદારી, પ્રતાપપરા, માળવાવ, વાલાવાવ સહિતના ગામોમાં વરસાદ.

વરસાદ હવે ખેતરોમાં ઉભેલી મગફળી અને કપાસ સહિતના પાકને નુકશાનકર્તા સાબિત થશે.

ધોધમાર વરસાદી ઝાપટા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે

સલીમ બરફવાળા
અરબીસમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરને લઇ ચોમાસાના અંતિમ તબકકામાં આજે સિહોરના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા તો મહુવા-તળાજા ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ હજુ ખેતરોમાં ઉભેલા મગફળી-કપાસ જેવા પાકોમાં નુકશાન કારક સાબિત થશે જયારે આ માવઠા રૂપી વરસાદ ખેડૂતોની મુશ્કલીમાં વધારો કરી રહ્યા છે. ચોમાસું હવે જયારે વિદાય લઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસરને લઇ વરસાદની આગાહી કરી છે. જેના પગલે આજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદનો પ્રારંભ થયો હતો. જેમાં બોરડા, વેજોદારી,પ્રતાપપરા,માળવાવ,વાલાવાવ, રાણીવાડા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદ હવે ખેતરોમાં ઉભેલી મગફળી અને કપાસ સહિતના પાકને નુકશાનકર્તા સાબિત થશે. અગાઉ પણ આ વિસ્તારોમાં સીઝનનો ૧૦૦% કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે ત્યારે અંતિમ ચરણમાં માવઠા સમાન આ ધોધમાર વરસાદી ઝાપટા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. જયારે શિયાળા ની ઋતુ દસ્તક દઈ રહી છે ત્યારે વાતાવરણ વધુ ઠંડુગાર બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here