આવતીકાલે સેવા સન્માન , સ્નેહમિલન, નારીશક્તિ, લોકડાયરા, હાસ્ય દરબાર અને ફિલ્મ ગીતોની રમઝટ સાથે ભવ્ય થી ભવ્ય કાર્યક્રમોનું આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
કોઈક માટે કંઈક કઈ છૂટવાની ભાવના ધરાવતા અને કોઈકના મુસ્કાનનું કારણ બનવા સંવેદનશીલ વ્યક્તિના સમૂહ સમાજમાં અનેરી સેવાની સુવાસ ફેલાવી રહેલા મહામુલો સેવકો નિજાનંદ પરિવાર સંસ્થાના નામે કરી રહ્યા છે. આ સંસ્થામાં સિહોર સહિત ભાવનગર, મુંબઈ, બોટાદ,ભીમડાદ, સણોસરા, દેવગાણા, કૃષ્ણપરા, ટાણા, તળાજા,મહુવા,ઇશ્વરીયા, પાળીયાદ,રાજકોટ,નડિયાદ,ગઢડા,દાઠા, ઉમરાળા વલ્લભીપુર ના લોકો છે. નિરાધાર નિઃસહાયને માસિક કરિયાનું અને અનાથ બાળકોની ફી ભરવામાં આવે છે. આ સંસ્થા એ 4 વર્ષમાં જ લાખોના દાન પ્રસિદ્ધિ વગર જ આપ્યા છે. આ સંસ્થાને 4 વર્ષે પૂર્ણ થતાં આગામી તાં.22.9.19 ના રોજ 2 થી 5 કલાકે સન્માન સમારોહ, લોક ડાયરો હાસ્ય દરબાર ફિલ્મ ગીતોની રમઝટ સહિતના અનેકવિધ કાર્યક્રમો નું સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ સાથે જ સામાજિક અને ક્લાક્ષેત્ર સાથે જોડાયેલ વિરલ હસ્તીઓ નું સન્માન કરવામાં આવશે અહીં ખાસ નગર પાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી, મહિલા પોલીસ અધિકારી જયશ્રીબેન પરમાર, શંખનાદ સંચાલક અને યુબ લોકનાયક મિલનભાઈ કુવાડિયાની ખાસ ઉપસ્થિતની સાથે જિલ્લા અને ગુજરાતભર માંથી અને અસંખ્ય આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે